વલસાડ થી સાપુતારા બસ બંધ થઈ જતાં, વિદ્યાર્થીઓ સહિત મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય આજરોજ આહવા ડેપો મેનેજરને સ્થાનિક યુવાઓ દ્વારા બસ રાબેતા મુજબ ફરી ચાલું કરવા રજુઆત કરવામાં આવો હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં શાળાઓ શરૂ થઈ છે. ત્યારે રોજ અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ મુસાફરી માટે બસનો ઉપયોગ કરતાં હોય છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ સાપુતારા બસ સાથનીક મુસાફરો સહિત રોજ અપડાઉન કરતાં શાળા કોલેજનાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ હતી.
પરંતુ છેલ્લા બે મહિનાથી આ બસ બંધ થઈ જતાં વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો. જેને ધ્યાને લઇ સ્થાનિક કોંગ્રેસનાં યુવા મંત્રી સંતોષભાઈ ભુસારા દ્વારા આજરોજ વલસાડ નિગમમાં સમાવિષ્ટ આહવા ડેપો મેનેજરને બસ ફરી ચાલું કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. સંતોષભાઈ ભુસારાએ જણાવ્યું હતું કે વલસાડ સાપુતારા બસ બંધ થઈ જતા શાળામાં જતા બાળકોની અનિયમિતાં વધી છે. બાળકો ટાઈમ મુજબ શાળાએ પહોંચી શકતાં નથી તેમજ અંતરિયાળ વિસ્તારનાં બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓનાં ભવિષ્ય પર અસર ના પડે તેના માટે આજરોજ આહવા ડેપો મેનેજરને અરજ આપી ફરથી રાબેતા મુજબ બસ ચાલું કરવા માંગણી કરેલ છે.(વનરાજ પવાર દ્વારા ડાંગ જીલ્લો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025