રાજ્ય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા આપવા આવેલી સુચનના ભાગરૂપે વલસાડ નગરપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે વલસાડમાં 120 આવાસ અને અન્ય 3 જર્જરિત બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી છે. ન્યૂ શાકભાજી માર્કેટ બિલ્ડિંગ જોખમી બનતા નીચે શાકભાજી, ફ્રુટ સહિતની વસ્તુઓ વેચનારાઓને પાલિકાએ હટી જવાની જાહેર સૂચના આપી છે. વલસાડ નગર પાલિકાની ટીમે આગામી વાવાઝોડાની અગાહીને લઈને તાત્કાલિક 120 આવાસ સહિત જર્જરિત 3 બિલ્ડીંગો ખાલી કરવા નગર પાલિકાની ટીમે તકેદારીના ભાગ રૂપે સૂચના આપવામાં આવી છે.
જગ્યા ખાલી કરવા તાકીદ કરવામાં આવી છે. આ બિલ્ડિંગ જર્જરિત હોય જોખમી હોવાના અહેવાલો સમયાંતરે પ્રસિધ્ધ કરી સતત તંત્રને ચેતવવાના સતત પ્રયાસ કર્યા હતા. 35 વર્ષ અગાઉ બનેલી વલસાડની 120 આવાસની આ બિલ્ડિંગના નીચેના ભાગે શાકભાજી માર્કેટ જર્જરિત થઇ ગઇ છે અને 120 આવાસના બાંધકામ પણ જોખમી થઇ જતાં ચોમાસામાં કોઇ મોટી જાનહાનિ નહિ થાય તેવા હેતુથી નગરપાલિકાએ આ નિર્ણય કરી બિલ્ડિંગ નીચેથી શાકભાજી, ફ્રુટ સહિતની ચીજવસ્તુઓ વેચનારાઓને તારીખ 10 જૂન સુધી ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application