વલસાડ નગરપાલિકાએ માર્ચ એન્ડિંગ નજીક આવતાં વેરા વસુલાત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જયારે ગુરૂવારે પાલિકાની ટીમે 13 બાકીદારનાં નળ જોડાણ કાપી નાંખવા સાથે 19 ઘર અને દૂકાન સીલ કરી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્ય સરકાર દ્વારા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ 10થી 15 ટકા રિબેટ આપવામાં આવ્યું છતાં 3 વર્ષ કે તેનાથી વધુ વર્ષની પાછલી બાકી રકમના વેરા 31 માર્ચ 2023 સુધી ભરવામાં લાપરવાહી વર્તનારા સામે પાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે.
જેમાં વલસાડ પાલિકા માર્ચ એન્ડિંગનો એક સપ્તાહ બાકી હોય ઓછામાં ઓછા 90 લક્ષ્યાંકને પાર પાડવા કાર્યવાહીને વધુ તેજ બનાવી ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ રમણ રાઠોડની ટીમે અનેક નોટિસો છતાં કોઇ પ્રતિસાદ ન આપનાર 13 ઘરના નળ જોડાણો કાપી નાખી વેરો ભર્યા બાદ જોડાણો આપવામાં આવેશ તેવી ચીમકી આપી હતી. જ્યારે જે મિલકત ધારકો 2 વર્ષથી વધુ વેરા ન બાકી છે અને નથી ભરતા તેવા બાકીદારોની મકાન દૂકાન સહિતની મિલકત સીલ કરી દીધી હતી. ડોર ટુ ડોર ટેક્સ વસુલાતમાં સ્થળ પર 6.42 લાખનો વેરો વસુલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application