પારડી હાઈવે ઉપર એલ.સી.બી.એ બાતમીને આધારે વોચ ગોઠવીને ટેમ્પોમાં ગેરકાયદે વહન કરી જવાતા 3.4 લાખના દારૂ જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેને બાતમી મળી હતી કે, એક બ્રાઉન સફેદ કલરના ટાટા ટેમ્પો નંબર KA/01/AM/7054માં સેલવાસથી ગેરકાયદે દારૂનો જથ્થો ભરીને નવસારી તરફ લઈ જવામાં આવી રહ્યો છે.
આ બાતમીને આધારે એલસીબીએ પારડી ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો વાપી તરફથી આવતો જણાતા એલ.સી.બી.નાં જવાને ટેમ્પોના ચાલકને બેટર વડે ઈશારો કર્યો હતો. તેથી ટેમ્પોના ચાલકે તેનુ વાહન રોડ સાઈડે ઉભુ રાખ્યું હતુ. દરમિયાન એલસીબીના સ્ટાફે ચાલકને નીચે ઉતારી ટેમ્પામાં શુ છે તેમ પુછતા ચાલકે ટેમ્પો ખાલી હોવાનું અને ભાડા માટે અમદાવાદ જતો હોવાનું કહ્યું હતુ.
જોકે પોલીસને ચોક્કસ બાતમી મળી હોવાથી ટેમ્પાના પાછળનો દરવાજો ખોલાવી તપાસ કરતાં અંદરથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની 4392 બોટલ મળી આવી હતી. જયારે પકડાયેલા ચાલકનું નામઠામ પુછતા તેણે પોતાનુ નામ મોહમદ દાઉદ મોહમદ જાવેદ શાહ (રહે.ફતનપુર, આઝમગઢ) જણાવ્યું હતુ. તેને આ દારૂનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી ભરાવ્યો અને કોને આપવાનો હતો તે બાબતે પુછતા તેણે કબૂલ્યું હતુ કે, મિત્ર પંકજ જીતેન્દ્ર યાદવ (રહે.યુ.પી.)એ એક સ્ત્રીનો મોબાઈલ નંબર આપી તે સ્ત્રીના કોન્ટેક્ટથી સેલવાસથી દારૂ ભરાવ્યો હતો અને તે નવસારી ટોલનાકા સુધી પહોંચાડવાનો હતો. આખરે પોલીસે ટેમ્પો તથા દારૂનો જથ્થો મળી રૂપિયા કુલ રૂપિયા 8,09,800/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500