વલસાડની L.C.B. ટીમ અલગ અલગ વિસ્તારોમાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ભાઠીગામ કાચપાડા પુલ પાસેથી મુંબઇ તરફ જતાં ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાંથી 420 બોટલ વિદેશી દારૂનો જથ્થા મળી આવ્યો હતો. જેથી ટેમ્પો ચાલકને L.C.B.ની ટીમે ઝડપી પાડ્યો હતો. ટેમ્પો અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 8.11 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લા એસ.પી.એ પ્રોહીબિશનાં ગુનાઓ ઉપર અંકુશ લાવવા L.C.B.ની ટીમને સૂચના આપી હતી. જે સુચનનાં આધારે વલસાડ જિલ્લાનાં અલગ અલગ વિસ્તારોમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સેલવાસથી એક બંધ બોડીનો ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી ટેમ્પો ચાલક મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે વલસાડ L.C.B.ની ટીમે ઉમરગામ તાલુકાનાં ભાઠીગામનાં કાચપાડા પુલ પાસે L.C.B.ની ટીમ બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પાને તેને અટકાવી ટેમ્પામાં ચેક કરતા બંધ બોડીના ટેમ્પામાં બનાવેલા ચોર ખાનામાં કુલ 35 પેટીમાં 420 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ટેમ્પો ચાલક દિનેશ વિઠ્ઠલ કામળીની અટકાયત કરી હતી. વલસાડ L.C.B.ની ટીમે ટેમ્પોમાં 420 બોટલ વિદેશી દારૂનો જથ્થો એક મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રૂપિયા 8.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા વાપીમાં રહેતા મિલન ગજુભાઈ કામળીએ દારૂ ભરેલો ટેમ્પો આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી મિલન કામળીને વોન્ટેડ જાહેર કર્યો હતો. વલસાડ L.C.B.ની ટીમે ટેમ્પો ચાલત વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ મરીન પોલીસને સોંપી છે. મહારાષ્ટ્રમાં દાદરા નગર હવેલીના વિદેશી દારૂનાં જથ્થાની ડિમાન્ડ વધારે હોવાથી અને તેની કિંમત પણ ઊંચી મળતી હોવાથી ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જતો હોવાની કબૂલાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application