વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેને બાતમી મળી હતી કે, એક મરુણ કલરનો બંધ બોડીનો ટાટા ટેમ્પોનો ચાલક દમણ ખાતેથી દારૂના બોક્ષ ભરીને બલીઠા રેલવે ફાટક થઈ હાઈવેથી સુરત જનાર છે. જે બાતમીના આધારે પોલીસે બલીઠા પાસે વોચ ગોઠવી દીધી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવી પહોંચતા એલ.સી.બી.ના સ્ટાફે તેને રોકાવી ચાલકને નીચે ઉતારી ટેમ્પામાં શું ભર્યુ છે તેમ પુછયું હતુ. આ સમયે ટેમ્પોના ચાલકે એક બીલ રજૂ કર્યુ હતુ. સાથે જ ખાખી પુઠાના બોક્ષ અને તે બોક્ષમાં પ્લાસ્ટીકની ખાલી ડોલ ભરી હોવાનું જણાવ્યુ હતુ.
જોકે પોલીસને ચોક્કસ બાતમી હોય, આ બોક્ષ ફેરવીને જોતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશીનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે દારૂની ૨૭૭૨ બોટલ જેની કિંમત રૂપિયા ૪,૮૪,૮૦૦ તથા ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૩,૦૯,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઘટના અંગે પારડી પોલીસ મથકે પ્રોહિ. એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જયારે ઝડપાયેલા ટેમ્પોના ચાલક દિલીપકુમાર શ્રીરામઈશ્વર યાદવ (રહે.મુલુંગ લીંગ રોડ, ગોરેગાવ ઈસ્ટ મુંબઈ) તથા આ દારૂનો જથ્થો ભરાવનાર રાહુલ અને દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો આપનાર માણસ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500