વલસાડનાં ભિલાડ હાઇવે ઉપર મહારાષ્ટ્ર તરફ જતા એક ટેમ્પામાં બનાવેલા ચોર ખાનામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્ર લઈ જતા ટેમ્પો ચાલક ઝડપાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ L.C.B.ની ટીમ જિલ્લામાં પ્રોહી. ડ્રાઇવ અંતર્ગત જિલ્લાનાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન વલસાડ L.C.B.ની ટીમને મળેલી બાતમીનાં આધારે ટેમ્પો નંબર UP/16/ET/1861માં બનાવેલા ચોર ખાનામાં વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંતાડી સેલવાસથી ભિલાડ થઈને તલાસરી તરફ ટેમ્પો જવાનો હોવાથી બાતમી બળી હતી. જે બળેલી બાતમીનાં આધારે L.C.B.ની ટીમે ભિલાડ હાઇવે ઉપર અંબર હોટલ સામે મુંબઈ તરફ જતા હાઇવે ઉપર વલસાડ L.C.B.ની ટીમે બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી ઉભી હતી.
તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પોને અટકાવી ટેમ્પોમાં ચેક કરતા ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાંથી L.C.B.ની ટીમે 97 બોક્સમાંથી કુલ 3,192 બોટલ વિદેશી દારૂડો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે વલસાડ L.C.B.ની ટીમે ટેમ્પો ચાલક ગોપીકિશન મોહનલાલ બિશનોઈની અટકાયત કરી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરાવી આપનાર તથા મંગાવના આરોપીઓના નામની પૂછપરછ હાથ ધરી હતી અને સાથે કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની જરૂરી માહિતીઓ મેળવી ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application