વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ અને રણભૂમિ એકેડમી દ્વારા ન્યાયાધીશશ્રી બી.જે.પોપટના માર્ગદર્શન હેઠળ પારડી તાલુકા કાનૂની સેવા સમિતિના સહયોગથી કિલ્લા પારડી સ્થિત શ્રીસરસ્વતી વિદ્યામંદિરમાં બાળકોના જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા કાયદાની જાણકારી તેમજ સ્વરક્ષણની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેડતી, દૂર વ્યવહાર તેમજ દુષ્કર્મ જેવા ગુનાઓથી બાળકોને સુરક્ષિત રાખવા માટે પોકસો કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે વલસાડની રણભૂમિ એકેડમીના ધારાશાસ્ત્રી કેયુરભાઈ પટેલ, સહિસ્તા મુલતાની, ધર્મેન્દ્ર ચાવડા, શાહીનમ શેખ અને સેજલ રાણાએ આપી હતી. બાળકોને ગુડ ટચ અને બેડ ટચ તેમજ માતા પિતાની બાળકોની જવાબદારી બાબતે જાણકારી પારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી.એલ.વસાવાએ આપી હતી. વિકટ પરિસ્થિતિમાં સ્વરક્ષણ કેવી રીતે કરી શકાય તેની તાલીમ સેન્સાઈ નિલેશ કોશિયા દ્વારા આપવામાં આવી હતી. સ્વાગત પ્રવચન પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઈ બસ્તા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય કિશોરભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500