વલસાડ નગરપાલિકા વોટર વર્ક્સ ખાતે કામ કરતો એક કામદાર ડેમ પાસે માછલાં પકડવા આવેલા લોકોને દુર હડસેલવા જતા કામદારનો પગ પાણીમાં સ્લીપ થતાં કામદારનું નદીના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. કામદારને પાણીમાં તરત આવડતું ન હોવાથી ડૂબ્યો હોવાનું સાથી કામદારોએ જણાવ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ નગરપાલિકાના વોટર વર્ક્સમાં રોજમદાર તરીકે કામ કરતો સંદીપભાઈ ગણપતભાઈ નાયકા જે પાલિકાના ડેમ ઉપર ફરજ બજાવતા હતા. તે ફરજ દરમિયાન નગરપાલિકાના ડેમ ઉપર માછલી પકડવા આવેલા લોકોને હડસેલવા ગયો હતો તે સમયે સંદીપભાઈનો પગ સ્લીપ થતા તેઓ નદીના પાણીના ડૂબી ગયા હતા. જોકે, નદીના કિનારા ઉપર ઉભેલા લોકો અને સાથી કામદારોએ સંદીપભાઈને નદીમાં દુબતા જોઈ તેને બચાવવા નદીમાં પાણીમાં પડયા હતા પરંતુ સંદીપભાઈ પાણીમાં ડૂબી ગયા હતા જેથી સાથી કામદારોએ નદીના પાણીમાંથી સંદીપભાઈની લાશને બહાર કાઢી હતી. આ ઘટના અંગે 108 અને સીટી પોલીસને જાણ કરાતા તાત્કાલિક નગરપાલિકાના વોટર વર્ક્સ ખાતે પહોંચી પાણીમાં ડૂબેલા સંદીપની લાશનો કબ્જો સીટી પોલીસે મેળવી લાશનું પોસ્ટ મોર્ડમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application