વલસાડનાં કાંજણરણછોડ ગામે એક ઘરનાં વાડામાં મોટરનો પાણીનો પાઇપ ખેંચવા ગયેલી પૂત્રીને કરંટ લાગતા તેણીને બચાવવા પિતાનું જીવંત વાયરના સંપર્કમાં આવી જતાં કરંટથી મોત થયું હતું. પિતાએ વિજતારને લાકડાથી દૂર કરી દીકરીને બચાવી લીધી હતી. તેમના ઘર પાછળ ઝાડીમાં વિજતાર લાંબા સમયથી લટકી રહ્યો હોવાની જાણ કરવા છતા વીજ કંપનીની બેદરકારીને લઇ અકસ્માત સર્જાયો હોવાની ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કાંજણરણછોડમાં રહેતા ખેડૂત સુમનભાઇ પટેલના ઘર પાછળથી જતી દ.ગુ.વિજ કંપનીની ખેતીની વીજ લાઇન તૂટી ગઇ હતી.
જેને લઇ વીજ તાર લટકતો હતો. દરમિયાન સુમનભાઇની 29 વર્ષીય દીકરી પ્રતિક્ષાબેન ઘરના પાછળના ભાગે મોટરનો પાણીનો પાઇપ ખેંચવા ગઇ હતી તે દરમિયાન વિજતાર અડી જતાં કરંટ લાગ્યો પરંતુ તાત્કાલિક બૂમો સાંભળી 63 વર્ષીય પિતા સુમનભાઇએ દોડી આવી લાકડાથી વીજ તારના સંપર્કથી દૂર કરી પૂત્રીને બચાવવા જતાં પોતે જીવંત તારનાં સંપર્કમાં આવી ગયા હતા. જેના પગલે કરંટથી તેમને ગંભીર ઇજા પહોંચી હતી. પિતા અને પૂત્રીને હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં પિતાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે પુત્રીની હાલત ગંભીર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application