વલસાડનાં કપરાડા તાલુકાનાં અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલ કરચોંડ ગામમાંથી પસાર થતી તુલસી નદીમાં રાત્રીએ ખેતીનાં કામ માટે નદીમાંથી પસાર થતા એક શ્રમિકનું વરસાદી પાણીમાં તણાઈ ગયા હતા. જોકે સ્થાનિક અગ્રણીઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ શ્રમિક હાથ લાગ્યા ન હતો. જયારે સવારે શ્રમિકની લાશની શોધખોળ કરતા લાશ મળી આવી હતી.
બનાવની વિગત એવી છે કે, વલસાડનાં કપરાડા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ કરચોંડ ગામમાંથી પસાર થતી તુલસી નદીમાં એક શ્રમિક ગંગાભાઈ કાળુભાઈ વાઘમારે ખેતીના કામ માટે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ઉપર વાસમાં પડી રહેલા વરસાદનાં પાણીનાં પ્રવાહમાં ગંગાભાઈ ખેંચાઈ ગયા હતા.
જોકે કિનારે ઉભેલા લોકોએ ગંગાભાઈને તણાતાં જોઈને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા. સવારે લાશની શોધખોળ હાથ ધરતા ગંગાભાઈની લાશ મળી આવી હતી. ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને બનાવની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500