Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પ્રોજેક્ટના મકાન તથા જમીનનું વળતર બજાર કિંમત કરતા વધુ ચૂકવવા નારીસેના દ્વારા માંગ કરવામાં આવી

  • March 23, 2021 

બીલીમોરા નારીસેનાના અધ્યક્ષ ભાવનાબેન પટેલના વડપણ હેઠળ નારી સેના દ્વારા ચીખલી પ્રાંત અધિકારી ડી.ડી.જોગીયાને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યાનુસાર અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટ જિલ્લાના ચીખલી, ગણદેવી અને નવસારી તાલુકામાંથી પસાર થનાર છે. જેમાં સંપાદિત જમીનમાં જતા રહેણાંક મકાનોની આકરણી વર્તમાન બજાર કિંમતથી ચાર ઘણી રકમ મલતર પેટે ચુકવવામાં આવે તેવી અમારી માંગણી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં અનેક પરિવારો ઘર વિહોણા થનાર છે. અને હાલે આકારણી પણ ખુબ જ ઓછી થયેલ છે. જેથી વર્તમાન બજાર કિંમત મુજબ આકરણી કરી તેની ચાર ધણી રકમ ચૂકવવામાં આવે તે જરૂરી છે.

 

 

 

 

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે માં ખેડૂતોને સાથે રાખી ફરીથી સર્વે કરવામાં આવે અને જમીન-મકાનનું વળતર હાલની બજાર કિંમતના ચાર ઘણી રકમમાં ચુકવવામાં આવે,અમારી માંગણી વહેલી તકે ન સંતોષવામાં આવે તો નારી સેના ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને ખેડૂત, ગરીબ અદિવાસીના પરિવારો માટે રસ્તા પર ઉતરવા પડશે તો પણ ઉતરીશું તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં મકાનની આકરણી ખૂબ જ ઓછી કરવામાં આવી છે અને જેની બે ઘણી રકમ એટલે કે મામુલી રકમ ચુકવવાની ફિરાકમાં તંત્ર હોય તેમ લાગી રહ્યું છે. સિમેન્ટ, સ્ટીલ, રેતી, કપચી સહિત માલસામાનના ભાવો આસમાને છે.ત્યારે પ્રોજેકટમાં ઘર ગુમાવનાર પરિવારો માટે મામુલી રકમ ચૂકવાય તો નવું ઘર ઉભું કરવું અશક્ય છે.

 

 

 

 

ત્યારે બજાર કિંમત મુજબ વેલ્યુઅર દ્વારા આકારણી રકમ ચૂકવવી જોઈએ તેવી માંગ લાંબા સમયથી ચાલી રહી છે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે માં ખેડૂતોની જમીન તો સરકાર પાણીના ભાવે લેવા માંગે છે. હાલે જાહેર થયેલા વળતરના એવોર્ડની એ વાસ્તવિકતા છે.

 

 

 

 

ઉપરોક્ત સ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જમીનનું સારું વળતર અપાવવામાં મોટી ભૂમિકા ભજવનાર સાંસદ અને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આગળ આવે અને બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ઘર એક્સપ્રેસ હાઇવેમાં પણ ઘર અને જમીનનું વળતર વર્તમાન બજાર કિંમત કરતા ચાર ઘણું ચુકવવામાં આવે તે માટે પ્રયત્ન હાથ ધરે એવી ખેડૂતોની લાગણી અને માંગણી ઉભી થવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application