Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે રેલ્વે કર્મચારીઓને કામ કરતા કરંટ લાગતાં દોડધામ મચી

  • October 01, 2021 

વલસાડમાં પશ્ચિમ રેલ્વેના યાર્ડમાંથી પસાર થતી ટ્રેકલાઇન ઉપર દૈનિક કામગીરી કરી રહેલા 2 કર્મચારીને વિજલાઇનમાંથી પસાર થતો કરંટ લાગતાં રેલ કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ કર્મચારીઓ સીડી ઉભી રાખી કામ કરતા હતા. તે સમયે ટ્રેક ઉપરની વિજલાઇનને અડી જતાં ઘટના બની હતી. જોકે તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ રેલ્વે યાર્ડમાં ટ્રેક લાઇનની કામગીરી કરી રહેલા 2 રેલ કર્મચારીઓ તુષાર પાટિલ અને દેવેન્દ્રદાસ ફરજ પર હતા ત્યારે એક સીડી ટ્રેક પાસે ઉભી કરવામાં આવી હતી. જેના પર તેઓ કામ કરતા હતા ત્યારે સીડી ઉપરથી પસાર થતી વિજ લાઇનને અડી જતાં આ બંને કામદારોને કરંટ લાગતા ફસડાયા હતા જેથી આસપાસના સાથી કામદારોએ તાત્કતાલિક દોડી આવી બંને કામદારોને સારવાર માટે વલસાડના ડોક્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી. આ ઘટના બનતા રેલ્વે ટ્રેક સ્થળ ઉપર મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ધસી ગયા હતા અને આ ઘટના વખતે કામદારો પાસે સેફટીના સાધનો ન હતા તેવી ચર્ચાઓ ઉઠતાં રેલ્વેની અનદેખીના કારણે આવી કામગીરી દરમિયાન કર્મચારીઓની સુરક્ષાનો મામલો સામે આવ્યો હોવાના તર્કવિતર્કો ઉઠ્યા હતા. આ બાબતે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરાવી જવાબદાર સામે જરૂરી કાર્યવાહી કરવાની જરૂર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application