Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લકઝુરીયશ કારમાંથી દારૂની 17 બોટલ સાથે બે ઈસમો ઝડપાયા

  • July 11, 2021 

વાપી જીઆઈડીસી પોલીસે વૈશાલી ચાર રસ્તા પાસેથી પસાર થતી ડીસ્કવરી લેન્ડ રોવર કારમાં દારૂ લઈ જતા સુરતના બે વેપારી હોય તેમની અટક કરી લકઝુરીયશ કાર સહીત 20.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

 

 

મળતી માહિતી મુજબ, વાપી જીઆઈડીસી પોલીસ પેટ્રોલીંગમાં હતી અને વૈશાલી ચાર રસ્તા હાઈવે ઉપર જીવન દીપ હોસ્પિટલ સામે ઉભી હતી. તે સમયે ડીસ્કવરી લેન્ડ રોવર કાર નંબર જીજે/21/સીએ/0081 પર શંકા જતા કરના ચાલકને લાકડીનો ઈશારો કરીને કાર ઉભી રખાવી હતી.

 

 

 

ત્યારબાદ કારની તલાશી લેતા અંદરથી વગર પાસ પરમિટે દારૂની 17 બોટલો મળી આવી હતી. તેથી કારમાં બેસેલ દિપકભાઈ જશવંતલાલ ગજ્જર તથા જીતેન્દ્ર જશવંતલાલ ગજ્જર (બંને રહે.બંગલા નંબર-18,કદમપલ્લી સોસાયટી, નાનપુરા, સુરત) નાઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application