Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત, બે જણા ઈજાગ્રસ્ત

  • May 16, 2022 

વલસાડનાં વાપી ખાતે સુરતનાં ટ્રાન્સપોટર તેની બાઈક ઉપર વાહન જોવા માટે તેના ભાઈ સાથે આવ્યો હતો. જયારે વાહન જોઈ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન વલસાડના ધરમપુર ચોકડી ખાતે અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક ચાલક અને ટ્રાન્સપોટર હસમુખ બેરિયાને ગંભીર ઇજાઓ પહોંચતા 108ની મદદથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. બનાવની વિગત એવી છે કે, સુરતનાં કડોદરાનાં ટ્રાસ્પોટર હસમુખ બારીયા તેના ભાઈ અજય બારીયા સાતગે વાપી ખાતે તેની બાઈક નંબર જીજે/19/એઆર/8957 લઈને વાહન જોવા માટે આવતા હતા. ત્યારે વાહન જોઈ ઘરે પરત ફરી રહ્યા હતા.



તે દરમિયાન ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર એક અજાણ્યા ટ્રક ચાલકે હસમુખભાઈની બાઈકને ટ્રક ચાલકે ટકકરે મારી હતી. જેમાં હસમુખભાઈ બારીયાને પહેરેલ હેલ્મેટને લઈને ગંભીર ઇજાઓને પહોંચી હતી. જેમાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી.



જોકે 108ની મદદથી માનસી પટેલ અને પાયલોટ કેતન આહીર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજા ગ્રસ્તોને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં હસમુખભાઈ બારીયાને થયેલી ગંભીર ઇજાઓને લઈને સિવલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application