વલસાડનાં ઉમરગામ તાલુકાનાં કરમબેલા હાઇવે ઉપર વાપી મુંબઈ રોડ ઉપર ટેમ્પો, મોપેડ અને અજાણ્યા વાહન સાથે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલક અને મોપેડ ચાલક ઇજાગ્રસ્ત થતા 108ની મદદ વડે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માતમાં ટેમ્પો ચાલકનું વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોપેડ ચાલકનાં ભાઈએ ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરગામ તાલુકાનાં કરમબેલા હાઇવે ઉપર વાપી-મુંબઈ નેશનલ હાઈવે ઉપર કરમબેલા કટ પાસે એક આઇસર ટેમ્પો નંબર MH/13/DQ/7245નો ચાલક ભૈરવનાથ સુભાષભાઈ જાદવે કરમબેલા ગામમાં જવાના હાઇવે ઉપરના કટ પાસે એક મોપેડ નંબર MH/30/AU/1214ને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. અને આઇસર ટેમ્પો આગળ જતાં અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાયો હતો.
જોકે આ અકસ્માતમાં મોપેડ ઉપર સવાર હિતેશભાઈ મહેન્દ્રભાઈ શાહ હવામાં ફંગોળાઈ ગયો હતો જયારે આઇસર ટેમ્પો ચાલક ભૈરવનાથ સુભાષભાઈ જાધવને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે અકસ્માતમાં સ્થાનિક લોકો અને રાહદારીઓએ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત મોપેડ ચાલક અને આઇસર ટેમ્પો ચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
જયારે આઇસર ટેમ્પો ચાલક ભૈરવનાથને થયેલી ગંભીર ઇજાઓને કારણે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ભિલાડ પોલીસ મથકે મોપેડ ચાલકનાં ભાઈ કેતન શાહે ટેમ્પો ચાલક ભૈરવનાથ જાધવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500