Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરાને ભગાડી જનાર વિધુરને પોલીસે ઝડપી પાડ્યો

  • August 06, 2021 

પારડી પોલીસ મથકે પાંચ દિવસ પહેલા ધોરણ-11માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાને એક વિધુર શખ્સ ગણેશ નાસિકભાઈ નાયકા ભગાડી ગયો હોવાની ફરિયાદ તેના પરિવારજનોએ નોંધાવી હતી. તરુણી સગીર હોય તેથી પોલીસે તેણીનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયાનો ગુનો નોંધી સી.પી.આઈ.એ વધુ તપાસ હાથ ધરી હતી. સગીરાને ભગાડી જનાર શખ્સ ટ્રેક્ટરનો ડ્રાઈવર હોવાનું અને તેનો 3 વર્ષનો પુત્ર હોવાનું અને તેની પત્ની મૃત્યુ પામી હોવાની હકીકત બહાર આવી હતી.

 

 

 

પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક આરોપીને ઝડપી પાડવા માટેની કામગીરી હાથ ધરી હતી જેથી ગત તા.04 ઓગસ્ટની સાંજે આરોપીને ઝડપી પાડી પોલીસે કય્દેસની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application