ધરમપુર તાલુકાનાં ફૂલવાડી ગામના ઉંબર ફળિયામાં આવેલી ફાધર સ્કુલની સામે રહેતા બાપુભાઈ લાછીયાભાઈ ગાંવિત તેમના ઘરની આગળના ભાગે સ્ટેશનરીની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.૦૩/08/2021ના રોજ રાત્રે દુકાન બંધ કરીને બાપુભાઈ તેમના ઘરના સભ્યો સાથે જમી-પરવારીને સુઈ ગયા હતા.
ત્યારબાદ સવારે દુકાન તરફ જોયું તો દુકાનના દરવાજા પાસે મારેલું તાળું નજરે ન પડ્યું હતું અને દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. આથી તેમને ઘરના સભ્યો સાથે દુકાનમાં તપાસ કરતા દુકાનમાં પૈસા મુકવા માટે રાખેલ ગલ્લો જ ગાયબ થઈ ગયેલો હોવાનું જાણવા મળ્યું હતું. ગલ્લામાં અલગ-અલગ ચલણી નોટો તથા પરચુરણ સિક્કા મળે કુલ રૂપિયા 47,700/- મુક્યા હતા. જેને કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયો હોવાનું જણાયું હતું અને ચોરટાઓ ફ્રિઝમાં મુકેલી ઠંડા પીણાની 3 બોટલો પણ લઈ ગયા હતા. બનાવ અંગે દુકાન માલિકે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application