પારડીનાં કલસર ગામે ભગવાનદાસ ફાર્મમા એક મૃત હાલતમાં દીપડો મળી આવતા વનવિભાગની ટીમને જન થતાં સ્થળ ઉપર આવી દીપડાનો કબજો લઇ પી.એમ કરાવી આગળની વધુ તપાસ શરૂ કરી હતી. બનાવની વિગત એવી છે કે, પારડીના કલસર ગામે ચોકી ફળીયામાં ભગવાનદાસ ફાર્મમાં શુક્રવારની સાંજે એક દીપડો મૃત હાલતમાં હોવાની જાણ પારડી આર.એફ.ઓને મળતા ટીમ સાથે સ્થળે પર આવી તપાસ કરતા આ દીપડો ત્રણથી ચાર વર્ષનો હતો અને તે મૃત હાલતમાં જોવા મળ્યો હતો.
ત્યારબાદ તેનો કબ્જો લઇ તેના મોતનું સાચુ કારણ જાણવા માટે વેનિટરી ડોક્ટર મારફતે પીએમ કરાવ્યું હતું તેમજ સ્પષ્ટ કારણ જાણવા એફ.એસ.એલ.માં સેમ્પલ મોકલી કાર્યવાહી હાથ ધરાઇ હતી. જોકે દીપડાનું પીએમ બાદ કાયદાકીય નિયમો અને વિધિ મુજબ ડુંગરી ખાતે મૃત દીપડાને દફનાવવામાં આવ્યો હતો. હાલતો દીપડોનું મોત ભારે ગરમીના કારણે અથવા કોઈ ઝેરી વસ્તુ ખાવાથી થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application