Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મંદિરેથી ઘરે પરત ફરતી વૃધ્ધાનું બાઈક અડફેટે મોત

  • October 09, 2021 

વલસાડ તાલુકાના ફલધરા ગામે દેવીદાડ ફળિયામાં રહેતા ખેડૂત ઉદય રઘુભાઇ પટેલના માતા કંચનબેન ગત તા.29 સપ્ટેમ્બરના રોજ સાંજે 5.30 વાગ્યે ગામમાં પૂર્ણેશ્વર મંદિરે દર્શન અને પૂજા કરવા ગયા હતા અને ત્યાંથી કંચનબેન સાંજે 7 વાગ્યાના સુમારે મંદિરેથી ઘરે જવા પરત થઇ રહ્યા હતા. તે સમયે  ઘર નજીક પહોંચતા જ પાછળથી પાડોશી યુવક નિકુંજ બાઇક લઇને પુરઝડપે ધસી આવતા વૃધ્ધા કંચનબેનને ટક્કર મારતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા. આ અક્સમાતમાં વૃધ્ધાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને ધરમપુર સાંઇનાથ હોસ્પિટલ અને ત્યાંથી સુરતની યુનાઇટેડ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરાયા હતા. જ્યાં ગત તા.1લી ઓક્ટોબરે વૃધ્ધાનું મોત થયું હતું. બનાવ અંગે અડાજણ પોલીસ બાઈક ચાલક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application