Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘કામ નહિ તો વોટ નહિ’ના બેનર લગાવી દેતાં પાલિકાના અધિકારીઓમાં દોડધામ મચી

  • September 22, 2021 

વલસાડ નગરપાલિકાની તા.3જી ઓકટોબરે વોર્ડ નં.2 સહિત અન્ય 3 વોર્ડની 3 બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જોકે હવે પ્રચારકાર્યનો પ્રારંભ શરૂ થઇ ગયો છે ત્યારે વોર્ડ નં.2માં ઉમેદવારોને પરસેવો પડે તેવા સંજોગ ઉભા થયા છે. આ વોર્ડ વિસ્તારમાં આવતા વલસાડ-પારડીમાં મંદિર અ્ને રહેણાંક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર ડ્રેનેજના ગંદા પાણી પ્રસરી રહ્યા છે. ઘણા દિવસથી દુર્ગંધ અને જાહેર રસ્તા પર ડ્રેનેજના પાણીને લઈ સ્થાનિકો રોષે ભરાયા છે જેથી ગતરોજ આ વિસ્તારના રહીશોએ કામ નહિ તો વોટ નહિના બેનર લગાવી દેતાં પાલિકાના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

 

 

 

 

 

 

વધુમાં સ્થાનિકોએ પાલિકા ડ્રેનેજ વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં તેનો કાયમી ઉકેલ આવતો ન હોવાની ફરિયાદ મોટાપાયે ઉઠી હતી. કર્મચારીઓ ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા ઉકેલવા ડ્રેનેજ ચેમ્બરો અને ચોકઅપ થતી ડ્રેનેજ લાઈનમાંથી કચરો સાફ કરવાની કામગીરી કરીને જતાં રહે છે અને ફરીથી ચેમ્બરો લાઇન ઉભરાઇ જવાથી સ્થિતિ જૈસે થે જેવી થતાં વારેઘડીએ ઉદ‌ભવતી સમસ્યાનો કાયમી ઉકેલ ન લાવતા વલસાડ પારડીના રહીશોએ પેટાચૂંટણી પહેલા પરચો દેખાડી કામ નહિ તો વોટ નહિના બેનર લગાવી વિરોધ શરૂ કરતા પાલિકા અને ચૂંટણીના ઉમેદવારો દોડતા થઈ ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application