Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેતી કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • May 25, 2022 

પારડીનાં પંચલાઇમાં જમીનમાં ખેતી કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવની વિગત એવી છે કે, પારડી પોલીસ મથકે એક પક્ષે ધર્મેશ પરભુભાઇ પટેલ (રહે. પંચલાઇ, મોટા ફળિયા) નાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં ગત તા.23 મે નારોજ તેમના ઘર નજીક ખેતરમાં રોપેલા રીંગણ જોવા ગયા ત્યારે બાજુના ખેતરમાં તેમના ફળિયામાં રહેતા વિનોદ, રમેશ તેમજ દીપક ખેતરમાં રોપેલી જુવારને કાપી રહ્યા હતા.




જોકે આ ખેતરનો કેસ કોર્ટમાં ચાલતો હોય આવુ કરવા ના પાડતા ત્રણેયએ ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કર્યા બાદ લાકડાંથી ધર્મેશને માર માર્યો હતો. મારામારીનો અવાજ તેની પત્ની ટીનાબેન અને માતા રમીલાબેન સાંભળાંતા દોડી ગયા આવી ધર્મેશને બચાવ્યો હતો. ત્રણેયે જતા જતા મારી નાંખવાની ધમકી આપી હતી.




જ્યારે બીજા પક્ષે વિનોદ રમેશભાઈ પટેલે ધર્મેશ પ્રભુભાઈ પટેલ અને તેમની માતા રમીલા સામે જમીન બાબતે ઝઘડો કરી જૂની અદાવતમાં ગાળાગાળી કરી વિનોદને ઢીકક મૂકીનો તથા તેના પિતા વચ્ચે પડતાં તેમને પણ લાકડીથી માર માર્યાની અને જાનથી મારી નાંખીવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application