વલસાડમાં રહેતી 17 વર્ષીય સગીરાને બારડોલી તાલુના કછોલી ગામમાં રહેતા રહેતા એક શખ્સે લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી સગીરાનું તા.1 મેના દિવસે અપહરણ કરી ગયો હતો. જોકે બનાવ અંગે ફરિયાદ નોંધાતા ડુંગરી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ મેળવીને આરોપી શખ્સને સગીરા સાથે વાંસદા નાની ભમટી ગામમાંથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ શખ્સ અને સગીરાનું મેડિકલ કરવી આગળની કામગીરી હાથ ધરી હતી.
ડુંગરી પોલીસે સગીરાની પ્રાથમિક પૂછપરછ કરતા શખ્સે સગીરાની મરજી વિરુદ્ધ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાનું જાણવા મળ્યું હતું. ડુંગરી પોલીસે સગીરાના અપહરણની ફરિયાદમાં દુષ્કર્મની કલમનો ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડમાં રહેતી એક સગીરાને બારડોલી તાલુકાનાં કછોલી ગામના શખ્સે સોશ્યલ મીડિયાના માધ્યમથી સગીરા સાથે મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી. જોકે સગીરા સાથે છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં હતો અને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.
ત્યારબાદ ગત તા.1 મે 2022ના રોજ બપોરે સગીરાના ઘર પાસેથી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી આરોપી સગીરાનું અપહરણ કરી ગયો હતો. જેથી પરિવારના સભ્યયોને સાંજે સગીરા ઘરે ન મળી આવતા સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં સગીરા અંગે સગીરાની બહેનપણી અને સગા સંબંધીઓને ત્યાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. જોકે સગીરાનાં પરિવારને જાન થઈ હતી કે બારડોલીનાં કછીલો ગામનો શખ્સ અપહરણ કરી ગયો હોવાની માહિતી મળતા ગત તા.4 મે ના રોજ સગીરાના પિતાએ ડુંગરી પોલીસ મથકે સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી.
આમ, પોલીસે સગીરાનું અપહરણ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી સગીરાના અપહરણ અંગે ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને મદદ બાતમીદારોની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી તેમજ ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ વડે ડુંગરી પોલીસે સગીરાને વાંસદાના નાની ભમટી ગામમાંથી સગીરા અને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500