Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નશામાં ચુર કાર ચાલકે કાર ને વોક-વે પર ચઢાવી

  • February 07, 2021 

વડોદરા આવેલી લક્ષ્મીપુરા ખાતે સ્થિત માધવ પાર્ક  સોસાયટીમાં રહેતો સચિન જગન્નાથ વણસરિયા નામનો યુવાન તેની હોન્ડા સીટી કાર નંબર જીજે/06/ડીબી/8138માં સાંજે વડોદરાની એક એન.આર.આઈ. મહિલાને તીથલ ગામે આવેલી હોટલમાં છોડવા માટે આવ્યો હતો. આ મહિલાને તેના મુકામે ઉતારી દીધા બાદ સચિને વધારે પ્રમાણમાં દારૂ પી લીધી હતી અને રાત્રે પોતાની કારમાં સુઈ ગયો હતો.

 

 

ત્યારબાદ સવારે દારૂના નશામાં ભાન ભૂલેલા ચાલકે તેની કાર તીથલ બીચ તરફ હંકારી મૂકી હતી. જ્યાં કારને બીચ પરના વોક-વે ઉપર દોડાવી મુકતા, તે સમયે વોક-વે પર હાજર સહેલાણીઓ તેમજ તે જગ્યા પર રમતા બાળકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. નશામાં ચુર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા, કાર પ્રોટેક્શન વોલની દીવાલ સાથે અથડાઈ પડી હતી, ત્યારબાદ કાર દિવાલ પર જ લટકી પડતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. નશાબાજ ચાલકે તે પછી ત્યાં ભારે તમાશો કરતા ત્યાનાં સહેલાણીઓ કાર ચાલકને પકડી સીટી પોલીસને સોપ્યો હતો. પોલીસે વડોદરાના નશાખોર કાર ચાલક સચિન વણસારીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.         


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application