વલસાડના અટગામમાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ સ્કોર્પિયો જીપ કારના ચાલકે ગામના ફળિયાઓમાં બેફામ ગતિએ દોડતાં ગામમાં દહેશત ફેલાઇ ગઇ હતી. દરમિયાન આ જીપે એક મકાનના આંગણામાં પાર્ક કરેલી મોટરસાઇકલોનો ખુરદો બોલાવી દીધો હતો અને ત્યાં બેઠેલી મહિલા સહિત 5 વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ગામના લોકોએ ચાલક અને તેના સાથીને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડના અટગામમાં એક શંકાસ્પદ અને કાળા કાચ ધરાવતી બ્લેક સ્કોર્પિયો જીપ ગામમાંથી બેફામ ગતિએ દોડતા ગ્રામજનોમાં ભારે ભયભીત થઇ ગયા હતા જયારે આ જીપમાં બે યુવકો બેઠેલા હતા અને જેમની જીપ કોયાવાડ વિસ્તારમાં ધસી આવતા એક મકાનમાં બહાર બેઠેલી વયસ્ક મહિલા, તેની વહુ સહિત ઘરના 4 સભ્યો ઘરમાં દોડી જતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ પૂરઝડપે ધસી આવેલી આ જીપ મકાનના આંગણામાં પાર્ક કરેલી 5 મોટરસાઇકલ સાથે ભટકાતા બાઇકોનો ખુરદો બોલાઇ ગયો હતો અને ત્યાં બેસેલી એક મહિલાએ કારચાલકો સામે આક્રોશ ઠાલવી તેમની વહુ સહિત ઘરના 4 સભ્યો બહાર બેઠા હતા ત્યારે આ જીપકાર ધસી આવી હતી, પરંતુ તેઓ તરત દોડીને ઘરમાં જતાં રહ્યા હતા જેથી તો બચી ગયા હતા ત્યારબાદ ગામના યુવકોએ જીપને ઘેરી વળી તેમાં બેઠેલા બે યુવકોને ગામમાં કેમ આવ્યા અ્ને ક્યાંના છે તેવી તેવી કડક પુછપરછ કરતાં તેમણે ચરીગામના રહીશ હોવાનું અને જીપકાર આપવાની છે તેવું જણાવી આ જીપકાર વાળવા માટે ગામમાં આવી ચઢ્યા હતા તેવો ગોળગોળ જવાબ આપતાં ગામના યુવકોએ તેમને ઘેરી તાત્કાલિક નીચે ઉતારી અને પકડીને વલસાડ રૂરલ પોલીસને જાણ કરી બંને યુવકોને સોંપી દેવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application