Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકની હાલત ગંભીર

  • April 06, 2021 

કપરાડા તાલુકાના અંભેટી ગામના રોહિત વાસમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ રોહિત છૂટક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. રમેશભાઈ રોજની જેમ તેમની બાઈક નંબર જીજે/15/બીઈ/9583 લઈને કામની શોધમાં વાપી ગયા હતા. વાપીના હટવાડામાં શાકભાજી સહિતનો સામાન ખરીદી તેઓ બપોરના સમયે અંભેટી પરત આવવા નીકળ્યા હતા. રમેશભાઈ તેમની બાઈક લઈને કોપરલીથી અંભેટી તરફ જતા અને ડાયવર્ઝન વાળા કાચા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા.

 

 

 

 

તે સમયે પાછળથી આવી રહેલા એક ટેન્કર નંબર જીજે/15/એક્સ/0495/ના ચાલકે રમેશભાઈની બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાતા રમેશભાઈ બાઈક ઉપરથી રોડ પર પટકાતા તેમના પરથી ટેન્કર ફરી વળતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

 

 

આ ઘટના અંગે રમેશભાઈ એ અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક વિરુદ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application