પારડીનાં ટુકવાડા ગામે ઢોડિયાવાડમાં રહેતી મનિષાબેન દિલીપ પટેલ (ઉ.વ.35) જેઓ મંગળવારે ખેતરમાં કામ કરવા જાઉં છું કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા આજુબાજુના ખેતરોમાં શોધખોળ કરતા ટુકવાડાથી સરોધી ગામ તરફ જતા કિશોરભાઈ પટેલની આંબાવાડીમાં પ્રવેશ દ્વાર ખુલ્લો હોય અંદર તપાસ કરતા કૂવાના બાજુમાં મનીષાની ચપ્પલ અને ટુવાલ મળી આવ્યા હતા.
જયારે કુવામાં જોતા પાણીમાં ડૂબેલી તેણીની લાશ મળી આવી હતી. જેની જાણ ભત્રીજાએ તેના કાકા દિલીપભાઈ અને ગામના અન્ય લોકોને કરતા ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે મનીષાબેનનો મૃતદેહ પોલીસની હાજરીમાં બહાર કાઢી ઓરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડાયો હતો. વધુમાં ખેતરમાં કામ કરવા ગયેલી મનિષાબેનની લાશ આમ કૂવામાંથી મળી આવતા અનેક શંકા ઉઠવા પામી છે. ઘટના સ્થળે એફ.એસ.એલ.ની ટીમ તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application