વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર ઉપર દર વર્ષે સાતમ અને આઠમના બે દિવસીય મેળો રદ કરી દેવામાં આવ્યો છે. કોરોના મહામારીની સ્થિતિ ધ્યાને લઇ મંદિરના ટ્રસ્ટી મંડળે આ નિર્ણય કર્યો હતો. જયારે આ વર્ષે તા.12 અને તા.13મી ઓક્ટોબરે સાતમ અને આઠમનો બે દિવસીય મેળો કોરોનાના કારણે રદ કરવા મંદિરના ટ્ર્સ્ટી મંડળે કર્યો છે. ગત વર્ષે પણ મેળા યોજી શકાયા ન હતા. જોકે, કોરાના મહામારીને ધ્યાને લઇ ભક્તજનોની સુરક્ષા માટે પારેનારા માતાજી મંદિર ટ્રસ્ટના આગેવાનોએ નવરાત્રિના સાતમ અને આઠમનો બે દિવસીય મેળો નહિ યોજવા અંગે પરામર્શ કર્યા બાદ આ મેળો રદ કરવાનું નક્કી કર્યું હોવાનું માતાજી મંદિરના ટ્રસ્ટી પંકજભાઇ પટેલે જણાવ્યું હતું. જોકે, કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી નવરાત્રિના પાવન અવસરે પારનેરાના ઐતિહાસિક ડુંગર પર માતાજીના મંદિરે ભરાતો સાતમ-આઠમનો મેળો યોજી શકાયો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application