વલસાડ શહેરની નજીક દરિયા કિનારે ગુજરાતના પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ તિથલ ખાતે દિવસ દરમિયાન સહેલાણીઓની મોટા પ્રમાણમાં અવર-જવર રહેતી હોય છે. જયારે હાલ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાના કારણે કોઇ દુર્ઘટના ના ઘટે એ અંગેના આગોતરા આયોજનના ભાગરૂપે તિથલ બીચ ઉપર આવતા સહેલાણીઓની અવર-જવર ઉપર તા. 30 સપ્ટેમ્બરથી 1 ઓકટોમ્બર એમ બે દિવસ માટે જાહેર હિતમાં પ્રતિબંધ મુકવા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, ગાંધીનગર તરફથી ટેલિફોનિક સુચના મળી છે. જેને ધ્યાને લઇ નિવાસી અધિક કલેક્ટર એન.એ.રાજપૂતે બે દિવસ માટે તિથલ બીચ ઉપર સહેલાણીઓની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. આગામી બે દિવસ સુધી ભારે વરસાદની પણ આગામી કરાઇ છે. જેથી સહેલાણીઓને તિથલ દરિયા કિનારેથી દુર રહેવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application