ગણદેવી તાલુકાના બીલીમોરાના સિંગલ ફળિયામાં ભાણાભાઈના ભાડાના મકાનમાં રહેતી 24 વર્ષીય સોનીબેન જગદીશભાઈ સિંગે વલસાડ રેલ્વે પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, તેણી છેલ્લા દોઢ વર્ષથી પોતાના પતિ સાથે રહે છે. દંપતિ બીલીમોરા ખાતે આવેલા ચીમોડિયા નાકા રેલ્વે ફટક પાસે રહેતા સોનીના માતા-પિતાના ઘરે ગયા હતા અને રાત્રે ત્યાં જ સુઈ ગયા હતા. ત્યારે સવારે સોનીની માતા ચાહ લઈને આવી તે સમયે અચાનક જ પતિ જગદીશે સોનીને કહ્યું કે મને ખબર છે કે, હું બોટમાં જતો હતો ત્યારે તુ ઘરકામ કરવા માટે જતી હતી અને તુ બીજા માણસો સાથે બોલે છે અને તારું ચારિત્ર સારું નથી તેમ કહી ને તકરાર કરી જે બાદ જગદીશ ઉશ્કેરાય ગયો અને શાકભાજી કાપવાના ચપ્પુથી પત્નીના ગળાના ભાગે મારીને લોહી-લુહાણ કરીને ભાગી છુટ્યો હતો.
આ ઘટના બાદ સોનીને મેંગુષી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, ત્યાંથી વધુ સારવાર્થે વલસાડ સિવિલમાં ખસેડાઈ હતી. જે અંગે મહિલાએ મોડી સાંજે તેના પતિ વિરુદ્દ વલસાડ રેલ્વે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ઝડપી પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application