પારડીના ખડકી ગામે વચલું ફળિયું ખાતે રહેતા ગણેશભાઇ બાલુભાઈ પટેલની 17 વર્ષની દીકરી મોહિની રેટલાવ ખાતે સિવણ ક્લાસ કરતી હતી અને જે બુધવારે સિવણ કલાસ માટે સવારે 10 વાગ્યે ગઈ હતી. ત્યારબાદ તેના પિતાએ તેને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો અને સાંજે 5 વાગ્યે ઘરે પહોંચેલી મોહિનીને મોબાઈલ કેમ બંધ રાખ્યો હતો એ બાબતે ઠપકો આપતાં તેને માઠું લાગી આવ્યું હતું અને બીજા દિવસે સગીરાનાં માતા-પિતા સવારે નોકરી પર ગયાં હતાં ત્યારે તેણે તેના ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જોકે પડોશમાં રહેતી ભૂમિકા નામની યુવતી તેમના ઘરે જતાં સગીરાએ ફાંસો ખાઈ લટકેલી હાલતમાં હોઈ, તેને નીચે ઉતારી આજુબાજુ રહેતા લોકો સાથે બાઈક પર મોહનદયાળ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગેની જાણ પારડી પોલીસને કરાતાં સ્થળે પહોંચી લાશનો કબ્જો લઇ પીએમ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application