વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે, એક ટ્રકમાં વેસ્ટ કચરાની આડમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરી ટ્રક સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે એલસીબીની ટીમે પારડીના રેટલાવ ભગીની સમાજ સ્કૂલ સામે ટ્રકને અટકાવી તપાસ કરાતા ટ્રકમાંથી કચરાના 170 ગુણની આડમાં 636 પેટીમાંથી દારૂની 23,736 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 26.89 લાખ હતી. ત્યારબાદ પોલીસે ટ્રક ચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા ટ્રક ચાલક ગુરૂમીતસિંઘ બચ્ચનસિંઘની પૂછપરછ કરતા તે આ દારૂનો જથ્થો ઇન્દોરની થ્રી-સ્ટાર ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક નંબર એમપી/09/એચજી/5282માં ઘઉંનો જથ્થો ભરી વાપી આવ્યો હતો.
જોકે ટ્રાન્સપોર્ટ કંપની સંચાલકે વાપીમાં ઘઉંનો જથ્થો ઉતાર્યા બાદ હાઈવેની એક હોટલમાં એક અજાણ્યા ઈસમ સાથે વાત કરાવી તેનો સામાન દમણથી ભરીને જેતે જગ્યાએ પહોંચાડવા જણાવ્યું હતું. બીજા દિવસે દમણથી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે દમણના 2 ઈસમો અને ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક મળી 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application