Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ રેઈડમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા

  • July 17, 2021 

કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામે ચાલતા જુગારના અડ્ડા પાર પોલીસ રેઈડ કરતા રોકડ રકમ તેમજ જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા જયારે 4 ઈસમોને વોન્ડેટ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી અનુસાર, નાનાપોંઢા પોલીસને મળેલ બાતમીના આધારે મોટાપોંઢા ગામના કાંડોળ ફળિયામાં રહેતા રતિલાલભાઈ બાબરભાઈના મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો હાર-જીતનો જુગાર રમીએ રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેઈડ કરી હતી.

 

 

 

 

તે દરમિયાન સ્થળ ઉપરથી મિલન નવીન પટેલ, મનોજ પરભુ પટેલ, જીજ્ઞેશ ચંપક પટેલ, યોગેશ્વર નરેશ પટેલ, વિશાલ નરેશ પટેલ (તમામ રહે.કાંડોળ ફળિયું) અને અનીલ છીબુ પટેલ (રહે.વાપી)ના ઓને ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસને જોઈ ભાગી છુટેલા રતિલાલ બાબર પટેલ, બીપીન પરભુ પટેલ, મયુર શંકર પટેલ અને નીલેશ નવીન પટેલ (તમામ રહે.કાંડોળ ફળિયું)ને વોન્ડેટ જાહેર કરાયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી દાવ પરના તેમજ રોકડ રૂપિયા અને 7 બાઈકો મળી કુલ રૂપિયા 1,98,200/-નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application