પારડીના એક એપાર્ટમેન્ટમાં રહેતી સગીરા ઘરેથી સ્કૂલે શાળા નીકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી છતાં પત્તો ન લાગતા શંકાના આધારે એક યુવકની તપાસ કરી તો તે પણ ઘરે ન હોય એ યુવક સગીરાનું અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ્નિએ વિગત એવી છે કે, પારડીના એક એપાર્ટમેન્ટમાં રહેતા પર પ્રાંતીય પરિવારની 15 વર્ષીય સગીરા ગત તા.31 ડિસેમ્બરે ઘરેથી સ્કૂલે જાવ છું કહી નીકળી હતી. જે બાદ તે મોડી સાંજે પણ પરત આવી ન હતી. જેથી સગીરાના પરિવારે સ્કૂલે તેમજ આજુબાજુમાં શોધખોળ કરી છતાં ભાળી ન હતી.જોકે અગાઉ સગીર દિકરીનો ટુકવાડાગામે યોગેશ્વર પાર્ક રાજવીર બિલ્ડિંગમાં ફ્લેટ નં-205માં રહેતો હર્ષ જીતેન્દ્રસિંગ સગીરા પીછો કરતો હોય સગીરાના પરિવારે હર્ષને સમજાવ્યો હતો. આ બનાવ બાદ સગીરા લાપતા બનતા શંકા જતા યુવકના ઘરે તપાસ કરવા ગયા હતા ત્યારે હર્ષ પણ તેના ઘરેથી ગાયબ જણાતા પરિવારે હર્ષ તેમની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચે અપહરણ કરી ગયો હોવાની પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application