વલસાડના પારડી ખાતે રહેતી એક મહિલાના પતિનું 4 વર્ષ પહેલાં બીમારીમાં અવસાન થયું હતું. જોકે મહિલા એક દીકરી અને દીકરા સાથે રહેતી હતી અને પારડી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં કામ કરી પોતાનું તથા બંને બાળકોનું ગુજરાન ચલાવતી હતી. તે દરમિયાન લાલુ નામના યુવક (નામ બદલ્યું છે) સાથે સંપર્કમાં આવી હતી. લાલુ મહિલા અને તેનાં સંતાનો સાથે રહેતો હતો. છેલ્લા 3 વર્ષથી મહિલા સાથે લિવ ઈનમાં રહેતા લાલુએ જાન્યુઆરી મહિનામાં સગીરા ઘરમાં એકલી હતી ત્યારે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ અંગે કોઈને કહેશે તો ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. જાન્યુઆરી મહિનામાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપી જ્યારે પણ સગીરા ઘરમાં એકલી હોય ત્યારે દુષ્કર્મ ગુજારતો હતો.
ત્યારબાદ ગત તા.15મી ઓકટોબરના રોજ રાત્રીએ સગીરા ગરબા રમી ઘરે પરત આવી રહી હતી. ત્યારે લાલુ ઘરની બહાર ઊભો હતો અને સગીરા આવતાં જ લાલુ તેને ઘર નજીક આવેલી ઝાડીઓમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જયારે માતા સાથે લિવ ઈનમાં રહેતા આ શખ્સના ત્રાસથી કંટાળેલી સગીરાએ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનો સંપર્ક કર્યો હતો. ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરએ સગીરાની આપવીતી સાંભળી બનાવ અંગે પારડી પોલીસનો સંપર્ક કરી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application