Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલા ડોકટરનું પર્સ ચોરી કરનાર 2 અજાણી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • January 08, 2022 

વલસાડ હાલર રોડ ઉપર એક આયુર્વેદિક ડોકટરના દવાખાનામાંથી 2 અજાણી મહિલાઓ નજર ચૂકવી રૂપિયા 35 હજાર રોકડ રકમ ભરેલું પર્સ ટેબલ પરથી લઈ ભાગી છુટી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડના ભાગડાવડા આરએમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ડો.પારૂલબેન જી.દેસાઇ વલસાડ હેડ પોસ્ટ ઓફિસ સામે ગીતા નિવાસના ગ્રાઉન્ડ ફલોર પર આયુર્વેદિક દવાખાનુ ચલાવે છે. તેઓ સવારે 11.30 વાગ્યે દવાખાને ગયા હતા, જ્યાં તેમણે ટેબલ ઉપર એક પર્સ મુક્યું હતું અને તે પર્સમાં રૂપિયા 35 હજાર રોકડા, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, આયુષ આઇ કાર્ડ, આરસીબુક વિગેરે ડોક્યુમેન્ટસ પણ હતા.પરંતુ તે દરમિયાન 2 અજાણી મહિલાઓ દવાખાને આવી કેબિનમાં પહોંચી ગઇ હતી. જ્યાં તેમણે ડો.પારૂલબેનની નજર ચૂકવી તેમનું પર્સ ચોરીને અચાનક ભાગી છુટી હતી જોકે  તેમણે બુમ પાડવા છતાં અજાણી મહિલાઓ ફરાર થઇ ગઇ હતી. બનાવ અંગે ડો.પારૂલબેનએ વલસાડ સીટીપોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application