Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડુંગરીનાં એક ગામની સગીરા ગુમ થતાં પોલીસ ફરિયાદ

  • November 25, 2021 

વલસાડના ડુંગરી તાલુકાનાં એક ગામની 15 વર્ષીય સગીરા 8 દિવસથી ગુમ થઇ જતાં ડુંગરી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે, ડુંગરીના ગામમાં રહેતા એક શ્રમિક ખેત મજૂર પરિવાર ગત તા.16 નવેમ્બરનાં રોજ રાત્રે જમી પરવારી સૂઇ ગયા હતા.






ત્યારબાદ રાત્રે બે વાગ્યે તેમની 15 વર્ષીય પૂત્રી નજરે પડી ન હતી અને તુરંત આસપાસ શોધખોળ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો અને આજદિન સુધી મળી ન આવતા પરિવારજનોએ ડુંગરી પોલીસ મથકે પહોંચી તેમની સગીર પૂત્રી ગુમ થઇ હોવાનું અને 8 દિવસથી તેના કોઇ સમાચાર ન  મળ્યા પોલીસે આ મામલે સગીરાના અપહરણની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application