સંઘ પ્રદેશ દમણ વિસ્તારમાં ગુટખા અને તમાકુના વેચાણ ઉપર પ્રતિબંધ હોવાથી પોલીસ દમણ વિસ્તારમાં તમાકુનું ગેરકાયદેસર વેચાણ કરતા લોકોને ઝડપી પાડવા કાર્યરત કરવામાં આવી છે. દમણ પોલીસને મળેલી બાતમીના આધારે એક ટેમ્પો નંબર ડીડી/01/એ/9983માં વાપીથી પાન મસાલા અને તમાકુનો જથ્થો ભરીને દમણ વિસ્તારમાં ઠાલવવાના હોવાની બાતમીનાં આધારે દમણ પોલીસે બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પો માંથી 10 થેલા પાન મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. દમણ વિસ્તારમાં તમાકુ વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતા ગેરકાયદેસર રીતે તમાકુ અને પાન મસાલાનો જથ્થો લાવવા બદલ દમણના ઝંડા ચોક ખાતે રહેતા 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી.
આમ, દમણ પોલીસે ટેમ્પો માંથી ઝડપાયેલા 10 થેલા પાન મસાલા અને તમાકુનો જથ્થો જેની કિંમત રૂપિયા 1,90,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગેરકાયદેસર રીતે તમાકુનો જથ્થો વેચવા માટે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application