વાપીનાં ડુંગરી ફળિયા કોળી વાડ ખાતે રહેતા દીપક જીવણભાઇ પટેલ રવિવારનાં રોજ પત્ની નીલમબેન જેઓ ડુંગરા પીએચસીમાં આશાવર્કર છે સાથે જમી પરવારીને સુતેલા હતા. તે સમય દરમિયાન મળસ્કે ચાર વાગે એક ઇસમે તેઓને ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી મંગળસૂત્ર ભરેલ પર્સની લૂંટી ફરાર થઇ ગયો હતો.
જોકે આ કેસમાં ડુંગરા પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓ ચણોદ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા પૂછપરછમાં તેમણે લૂંટની કબૂલાત કરી હતી. તેઓ પાસેથી મંગળસૂત્ર પણ કબજે કર્યુ હતું. આમ, પોલીસે આરોપી આકાશકુમાર રામનાથ કુમાર જયસ્વાલ (ઉ.વ. 22, રહે.પીરમોરા, મોબાઇલ ટાવરની બાજુમાં) અને અજગર રફીક શેખ (ઉ.વ.21, રહે.કરવડ નવીનગરી, મદીના મસ્જીદની સામે) નાને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આરોપીઓ અગાઉ વાહન ચોરીમાં પકડાયા હતા
આરોપી આકાશકુમાર અને અજગર શેખ અગાઉ વાપી વિસ્તારમાં વાહન ચોરીના કેસમાં પકડાઇ ચૂક્યા હતા અને બંને સામે વાહન ચોરીના કુલ 4 ગુના નોંધાઇ ચૂક્યા હતા ચોરી બાદ હવે બંનેએ લૂંટ ચલાવી ફરાર થતા ફરીવાર પોલીસ ઝડપી પાડ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500