બીલીમોરા પોલીસે ચિમોડિયા નાકા તરફ જતા એક શખ્સને પૂછપરચ કરતા તેની પાસેથી મળેલ મોબઈલ જોઈને વધુ પૂછપરચ કરતા રૂપિયા 45 હજારની કિંમતના 9 મોબઈલ મળી આવતા જેની સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બીલીમોરા પોલીસના સેકન્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફના માણસો શહેરમાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે મળેલ બાતમીના આધારે, એક શખ્સ પીળા ટી-શર્ટ પહેરેલ છે અને તે મોબઈલ ચોરીને ચિમોડિયા નાકા તરફ જતો હોવાની બાતમીના આધારે ચિમોડિયા નાકા તરફ જતા બાતમી મુજબનો શખ્સ મળી આવતા તેને રોકી તેની તપાસ હાથ ધરતા તેની પાસેથી મોબઈલ મળી આવ્યા હતા.
જે અંગે પોલીસે શખ્સને પૂછતા તેને આળા-અવળા જવાબ આપ્યા જેથી પોલીસને શંકા જતા મોબઈલનો આઈએમઈઆઈ નંબર ચેક કરતા તે ચોરીના નોંધાયેલ મોબઈલ હોય તેની અટક કરી વધુ પૂછપરછ કરતા તેની પાસેથી બીજા 8 નંગ ચોરીના મોબઈલ મળી આવ્યા હતા. આથી આરોપી બીલીમોરાના ગાયકવાડ મીલ વોચમેન ચાલના નિહાલ વિનોદભાઈ મિશ્રાની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500