Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડના બ્રેઈનડેડ યોગ શિક્ષિકાના અંગદાનથી 5 લોકોને નવજીવન મળ્યું

  • October 04, 2021 

વલસાડના સેગવી ખાતે માણેક બાગમાં રહેતા, રંજનબેન પ્રવિણભાઈ ચાવડા (ઉ.વ.40) યોગ શિક્ષક તરીકેના કલાસીસ ચલાવતા હતા અને તેમને ગત તા.30મી સપ્ટેમ્બરે સવારે રંજનબેન ઘરેથી મોપેડ પર તેમના બેન તનુજાને ત્યા જઈ રહ્યા હતા. ત્યારે વલસાડ ધરમપુર ચોકડી પાસે એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા તેમને ગંભીર ઈજા થઈ હતી તેથી તેમને સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ત્યારબાદ તેમનું સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું.

 

 

 

 

 

 

વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ગત તા.02 ઓક્ટોમ્બરે તેમને ન્યુરો સર્જન, ન્યુરોફીજીશિયન સહિતના ડોક્ટરોએ રંજનબેનને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવી હતી. સુરતની પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરની ટીમે આવી લીવરનું દાન તથા અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડોક્ટરની ટીમે કિડનીનું દાન સ્વીકાર્યું હતું અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. દાનમાં મળેલું લિવરનું સુરતની પ્રાઇવેટ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં ડોક્ટરની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં લિવરનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે અને દાનમાં મળેલી એક કિડનીનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રાજકોટની રહેતા 40 વર્ષીય મહિલામાં અને બીજી કિડની વડોદરાની હોસ્પિટલમાં આણંદની રહેતા 45 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આમ રંજનાબેનના અંગદાનથી 5 લોકોને નવજીવન મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application