Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીક્ષા અડફેટે આવતાં કામદારનું સારવાર દરમિયાન મોત

  • May 12, 2022 

વલસાડનાં ગુંદલાવમાં આવેલી એક ફેક્ટરીનાં કામદારને રીક્ષા ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઇજા પામેલા કામદારનું સારવાર દરમિયાન સુરતની કિરણ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડના ગુંદલાવ ખાતે સાઇનગર ગીતા રાજેશ શર્માના મકાનમાં રહેતા દિનેશ રામધની પટેલ (મૂળ.યુપી) જેઓ ગુંદલાવ જીઆઇડીસીમાં આવેલી શક્તિ ટેક્ષ કોટ્સ પ્રા.લિ.કંપનીમાં કામદાર તરીકે નોકરી કરતો હતો.



જયારે તેઓ મંગવારે સવારે તે નોકરીએ ગયા બાદ ઓવરટાઇમ કરવાનું હોવાથી રાત્રે સાડા આઠના સુમારે તે તેના રૂમ ઉપર જમવા માટેસાઇકલ લઇને નિકળ્યો હતો. તે દરમિયાન ગુંદલાવ ક્રિષ્નાકોમ્પલેક્ષ ટેમ્પો સ્ટેન્ડ પાસે રોડ પર પસાર થતાં સમયે પૂરઝડપે ધસી આવેલી એક રીક્ષાની અડફેટે જોરદાર ટક્કર લાગતાં દિનેશ રામધની પટેલને માથા સહિત શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.



જેથી કંપનીના સુપરવાઇઝર ભૌમિક દશરથભાઇ પટેલને જાણ થતાં તેઓ કંપનીના માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં ઇજાગ્રસ્ત દિનેશભાઇને જોતાં 108 મારફતે કસ્તુરબા હોસ્પિટલ વલસાડ લઇ જવાયા બાદ સીટી સ્કેન કરાવ્યા બાદ તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં બુધવારે મળસ્કે સારવાર દરમિયાન દિનેશ રામધની પટેલનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મામલે કંપનીના સુપરવાઇઝરે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application