વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી વિસ્તારમાં પસાર થતી કોથર ખાડીમાં સ્કૂલ ફળિયાના બે યુવક મિત્રો નાહવા માટે ગયા હતા. તે પૈકી એક ડૂબવા લાગતા સાથી મિત્રએ યુવકને બચાવવા સ્થાનિક લોકોની મદદ માંગી હતી. ઘટનાની જાણ ગામના અગ્રણીઓને થતા તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ખાડીમાં ભરતીના પાણી આવ્યા હોવાથી લાશ શોધવી અશક્ય બની હતી. જોકે ઓટ આવતા સ્થાનિક યુવકોએ માછલી પકડવાની ઝાળમાં ફસાયેલી યુવકની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વલસાડનાં પારડી તાલુકાનાં ઉમરસાડી વિસ્તારમાં પસાર થતી કોથર ખાડીમાં સ્કૂલ ફળિયામાં રહેતો દક્ષ યશવંત ટંડેલ અને તેનો મિત્ર રાજ અરવિંદભાઈ ટંડેલ ખાડીમાં નાહવા ગયા હતા. દરિયા નજીમ ખાડી હોવાથી ભરતીના પાણી ખાડીમાં આવતા રાજ ખાડીમાં દુબવા લાગ્યો હતો. ઘટનાની જાણ દક્ષ ટંડેલને થતા તાત્કાલિક નજીકમાં રહેતા સ્થાનિક લોકોને ઘટનાની જાણ કરી રાજ ટંડેલને.બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે સ્થાનિક લોકોએ ગામના સરપંચ અને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી.
સ્થાનિક માછીમારોએ માછલી પકડવા જાળ નાખી હતી. સ્થાનિક તરવૈયાઓએ ડૂબી ગયેલા રાજ ટંડેલની લાશની શોધખોળ હાથ ધરી હતી. ભરતીના પાણી વધારે હોવાથી તરવૈયાઓને રાજની લાશ મળી ન હતી. ભરતી ઉતરી જતા સ્થાનિક માછીમારોએ માછલી પકડવા નાખેલી જાળમાં રાજ ટંડેલની લાશ મળી હતો. પોલોસે રાજની લાશનો કબ્જો મેળવી બનાવ અંગે રાજના કાકા સુરેશભાઈ ટંડેલની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે. રાજ ટંડેલને મિત્ર દક્ષ ટંડેલ અને રાજ ટંડેલને પરિવારના સભ્યોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જયારે લાશનું પી.એમ. કરવી રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ પારડી પોલીસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500