ધરમપુર ચોકડી પાસે એક ટેમ્પોમાંથી વિદેશી દારૂનો સહિત રૂપિયા 15.53 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂનાં જથ્થો મંગાવનાર અને ભરાવના ઇસમને વોન્ટેઝ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ સીટી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતરગત વલસાડ સીટી પોલીસના જવાનો પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન વલસાડ સીટી પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે એક ટેમ્પો નંબર GJ/23/AT/1200 દમણથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી વલસાડ સીટી પોલીસના જવાનોને મળી હતી.
જે બાતમીના આધારે વલસાડ સીટી પોલીસના જવાનો ધરમપુર ચોકડી પાસે બાતમી વાળા ટેમ્પોની વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતાં ટેમ્પો ચાલકને અટકાવી ચેક કરતા ટેમ્પોમાંથી 37 પેટીમાં 936 બોટલ દારૂનો જથ્થો મળ્યો હતો. જયારે દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક હિરેન લાભશંકર જાનીને વલસાડ સીટી પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે દારૂનો જથ્થો ટેમ્પો મળી કુલ રૂપિયા 15.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ટેમ્પો ચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા દારૂનો મંગાવનાર અને દારૂનો જથ્થો ભરાવી આપનાર ભુરા નામના ઈસમ તથા અન્ય 3 ઈસમ મળી કુલ 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application