સેલવાસથી એક આયસર ટેમ્પો નંબર GJ/15/AT/1627માં દારૂનો જથ્થો ભરી નીકળ્યો હોવાની બાતમી પેરલો સ્કોડ અને એલસીબી ટીમને મળતાં બગવાડા હાઇવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા જોઈ તેને અટાવી તલાશી લેવામાં આવતા ટેમ્પામાં પાછળનાં ભાગે સોડીયમ થિયોસલ્ફેટની 50 કીલોની 100 બેગ મળી હતી. જેની પાછળ અલગ-અલગ વિદેશી દારૂની કુલ 3804 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 8 લાખનો જથ્થો મળી આવ્યો હતો.
આમ, પોલીસે દારૂ અને સોડીયમ થિયોસલ્ફેટ કિંમત રૂપિયા 1,53,400/- અને ટેમ્પો કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 14,62,900/-નો મુદ્દામાલ કબ્જે લઈ પારડી પોલીસને હવાલે કર્યો હતો. ત્યારબાદ ટેમ્પો ચાલક જબીઉલ્લા અનરૂલા ખાન (રહે.વાપી છીરી) નાની ધરપકડ કરી ગુનો દાખલ કરી પારડી પોલીસે પૂછપરછ કરતા આ દારૂ તે સેલવાસથી તેનો શેઠ દિનેશ મારવાડી રહે સેલવાસ નરોલી ચાર રસ્તા અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ મદારામ (રહે.વાપી) નાએ ભરી અપાવ્યો હોવાનું જણાવતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500