વલસાડ હાઇવે ઉપરથી બાઇક પર પસાર થતાં વૃધ્ધ દંપતિને તેજ રફતારથી પસાર થતી એક કારે અડફેટેમાં લેતા વૃધ્ધનું સ્થળ પર ગંભીર ઇજાના પગલે મોત થયું હતું. જ્યારે પત્નીને પણ ઇજા પહોંચી હતી. આ ઉપરાંત કારે એક અન્ય બાઇકને પણ ટક્કર મારતા ચાલકને ઇજા થઇ હતી. વલસાડ પાલિહિલ પર ફુટવેરની દૂકાન ચલાવતા અને મોગરાવાડીના મણિનગર પોલીસ હેડ ક્વોર્ટર સામે રહેતા રાકેશ હેમંત સાળુંકે પોતાની બાઇક ઉપર તેમના પત્ની સાથે અને પિતા હમંતભાઇ સાળુંકે તેમની બાઇક પર પત્ની કુસુમબેનને બેસાડી વલસાડના અટકપારડી ખાતે આવેલ મેલડી માતાના મંદિરે રાત્રે પોણા આઠેક વાગ્યાના સુમારે જવા ઘરેથી રવાના થયા હતા.
દરમિયાન આ પરિવારજનો વલસાડ હાઇવે પર જૂની ખોડિયાર હોટલ સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મુબઇથી સુરત તરફથી સામે ટ્રેક નં.3 ઉપર એક કાર તેજ ગતિએ ધસી આવી વૃધ્ધ દંપતિની બાઇકને અડફેટમાં લેતા વૃઘ્ધ હેમંતભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા સ્થળ પર મોત થયું હતુ. જ્યારે તેમના પત્ની કુસુમબેનને પણ ઇજા થઇ હતી. આ સાથે એક અન્ય બાઇકને પણ ટક્કર મારતા તેનો ચાલક પણ ઇજા પામ્યો હતો. 108ને ફોન કરતાં માતા કુસુમબેન અને અન્ય બાઇક ચાલકને સિવિલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. આ અંગે રાકેશ સાળુંકેએ કાર ચાલક પવનકુમાર રહીનાથ સાહુ (રહે.જવાહરનગર, વે જલપોર, તા.વલસાડ)ના વિરૂધ્ધ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application