વલસાડ તાલુકાનાં મરલા ગામે તીન પત્તીનાં જુગાર ઉપર રૂરલ પોલીસની ટીમે રેઈડ પાડતાં નવ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસની ટીમ શનિવારે ધોબીતળાવ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી. તે સમયે વલસાડ તાલુકાના મરલા ગામે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર કેટલાક ઇસમો રમતા હોવની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર જઈ પોલીસ રેઈડ કરી નદીના કિનારેથી એક કિમી પહેલાં જ ઉતરી પડી પગપાળા ચાલીને રૂરલ પોલીસની ટીમ મરલા ગામે પટેલ ફળિયા પાસે ઔરંગાનદીના દક્ષિણ કિનારે સ્મશાન ભૂમિ પાસેની ખુ્લ્લી જમીનના સ્થળે પહોંચી ગઇ હતી.
જ્યાં કેટલાક ઇસમો તીનપત્તીનો જુગાર રમતા જોવા મળ્યા હતા. જેથી પોલીસે કોર્ડન કરી તમામને પકડી લીધા હતા. જેમાં સુનિલ પટેલ, જિતેન્દ્ર પટેલ, મનિષ નાયકા, ઉદય પટેલ, નિરવ નાયકા, નિલેશ પટેલ, ભરત નાયકા પટેલ, જિતેશ પટેલ અને રિતેશ પટેલનાઓનો સમાવેશ થયો હતો. જોકે પોલીસે પોલીસે કુલ રૂપિયા 3,600/- રોકડા અને 7 નંગ મોબાઇલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500