Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : આડા સંબંધનાં વહેમમાં પડોશીએ જ પડોશી યુવક પર ચપ્પુ વડે હુમલો કરી લોહીલુહાણ કર્યો

  • December 13, 2023 

વલસાડના નવેરા ગામે આડા સંબંધના વહેમમાં પડોશીએ જ પડોશી યુવક પર હુમલો કરી ચપ્પુ વડે છાતીમાં ઘા ઝીંકવાની ઘટના બની હતી. જોકે ઘાયલ યુવક લોહી લુહાણ થઇ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતો અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, નવેરાના નિશાળ ફળિયામાં રહેતા જીગર કમલેશ પટેલ અને નિકુંજ રાજેશ પટેલ વચ્ચે નિકુંજના આડા સંબંધના કારણે ઝગડો થયો હતો. જેમાં નિકુંજે જીગર સાથે ઝગડો કરી તેના ઘરે જઇ ટીવી તોડી નાખ્યું હતું અને તેની સાથે ઝગડો કર્યો હતો.



આ અંગે જીગરે ગામના સરપંચને પણ જણાવ્યું હતું ત્યારબાદ ડેપ્યુટી સરપંચ સાથે નિકુંજે વાત કરી પોતાના ટીવીની ભરપાઇ કરવાની માંગ કરી હતી. જેની વાત થયા બાદ ગુસ્સે ભરાયેલો નિકુંજ ચપ્પુ લઇ જીગરના ઘરમાં પાછલા દરવાજેથી ઘુસ્યો અને તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ ચપ્પુ જીગરની છાતીમાં થોડું લાગી જતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. તેણે બૂમરાણ મચાવતા નિકુંજ ભાગી ગયો હતો. બીજી તરફ ઘાયલ જીગરને હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતો. જ્યાંથી તેણે નિકુંજ વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે નિકુંજ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application