વલસાડ જિલ્લામાં આજે ૭મા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડાના સાંસ્કૃતિકહોલ ખાતે રાજ્યના આદિજાતિ રાજયમંત્રી રમણભાઇ પાટકરે યોગશિબિરમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મંત્રીએ આજના ૭મા વિશ્વ યોગ દિવસે યોગના શિબિરાર્થીઓને જણાવ્યું હતું કે, યોગનુંભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ છે તેમ જણાવી દેશના પ્રધાનમંત્રીએ વર્ષ૨૦૧૪ થી પ્રારંભ કરેલા વિશ્વ યોગ દિવસની વિશ્વમાં મહત્તા વધી છે.
સાંપ્રતસમયમાં હાલે વિશ્વવ્યાપી કોરોના જેવી મહામારીમાં કોરોનાથી મનુષ્યના શ્વસનતંત્ર ઉપર અસર થવાથી ફેફસાને પ્રાણવાયુ લેવાની તકલીફ પડે છે, ત્યારે યોગ અને પ્રાણાયમથી જ મનુષ્યના ફેફસા મજબૂત રહે છે અને શરીર નિરામય રહે છે. આજની માનવની ઝડપી જીંદગીમાં યોગથી મનુષ્ય શારીરિક રીતે જનહિં પણ માનસિક રીતે પણ મજબૂત થાય છે અને મનુષ્યમાં નવી ઊર્જા પેદા થાય છે તેમજણાવ્યું હતું.
સરકારની કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને યોજાયેલી યોગશિબિરમાં ઉપસ્થિત યોગ શિબિરાર્થીઓને યોગ અને પ્રાણાયામનું લોકોને મહત્ત્વસમજાવી યોગાભિમુખ કરવાના તેમના ઉમદા કાર્યને મંત્રીએ બિરદાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500