ઉમરગામનાં સંજણ ખાતે આવેલી સાજીદ કાસમજીની ચાલીમાં એક મહિલાનું સોનાનું મંગળસુત્ર તેમજ 2 નંગ મોબાઈલ અને ચાલીની સીડી પાસે પાર્ક કરેલી બાઈકની ચોરી થઈ ગઈ હતી. બનાવ અંગે ઉમરગામ પોલીસ મથકે દસ દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરગામનાં સંજણ વિસ્તારમાં સાજીદ કાસમની ચાલીમાં આવેલા રૂમોમાંથી ગત તા.2 મે ના રાત્રીએ બબીતાજી ગુપ્તાની રૂમની ગેલેરીના દરવાજા પાસે રાખેલું સોનાનું મંગળસૂત્ર અને મોબાઈલ ફોન તેમજ બાજુના રૂમમાંથી 3 નંગ મોબાઈલ ફોનની ચોરી થઈ હતી આ ઉપરાંત ચાલીના દાદર પાસે મુકેલી એક સ્થાનિકની બાઈક પણ તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા.
જોકે બનાવની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી અને ચાલીમાં રહેતા સ્થાનિક લોકો અને આજુબાજુનાં લોકોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ઘટના અંગે સ્થાનિક લોકોએ ઉમરગામ પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઉમરગામ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે ઘટના અંગે ગતરોજ બાઈક માલિક અમૂલ્યા રમેશ સાવલે તેમની બાઈક, તેમજ મહિલાનું સોનાનું મંગળસૂત્ર, મોબાઈલ અને છોટુ કુમારની રૂમમાં મુકેલા 2 મોબાઈલ મળી કુલ 51 હજારના મુદ્દામાલની ચોરીની ફરિયાદ ઉમરગામ પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application